Blog

Saturday, October 26, 2013

ફણગાવેલા ઘઉં ખાવાના છે જબરદસ્ત ફાયદા, આવી પ્રોબલેમ્સ થશે દૂર


  • હેલ્થ બનાવવા માટે મોટાભાગના લોકો ભોજનમાં સલાડનો ઉપયોગ કરતા હોય છે કારણ કે એવું માનવામાં આવે છે કે ખીરા, કાકડી, ટામેટા, મૂળા, બીટ, કોબી વગેરે ખાવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારક હોય છે. પરંતુ ભોજનમાં લીલાં શાકભાજી અને સલાડની સાથે ફણગાવેલા અનાજનું પણ સેવન કરવામાં આવે તો તે બહુ સ્વાસ્થ્યવર્ધક હોય છે કારણ કે અનાજ ફણગી ગયા બાદ તેનું સ્ટાર્ચ ગ્લૂકોઝ, ફ્રક્ટોજ અને માલ્ટોજમાં બદલાઈ જાય છે. જેનાથી ન માત્ર તેના સ્વાદમાં વૃદ્ધિ થાય છે પરંતુ તેના પાચક અને પોષણ ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે.
  • ફણગાવેલા ઘઉંમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. શરીરની કાર્ય ક્ષમતા વધારવા માટે વિટામિન ઈ એક આવશ્યક પોષક તત્વ છે. આટલું જ નહીં પરંતુ આવી ઘઉંનું સેવન કરવાથી ત્વચા અને વાળ પણ ચમકદાર બને છે. કિડની, ગ્રંથીઓ, તંત્રિકા તંત્રની નવી અને મજબૂત કોશિકાઓના નિર્માણમાં પણ મદદ મળે છે. ફણગાવેલા ઘઉંમાં રહેલા તત્વ શરીરમાંથી વધારાની ચરબીનું પણ નાશ કરે છે.
  • ફણગાવેલા ઘઉંમાં રહેલા ફાઈબરને કારણે તેના નિયમિત સેવનથી પાચનક્રિયા મજબૂત થાય છે. જેથી જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ રહેતી હોય તેવા લોકો માટે ફણગાવેલા ઘઉંનું સેવન ફાયદાકારક રહે છે. ફણગાવેલા ભોજનમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન એ, બી, સી અને ઈ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય કેલ્શિયમ, ફાસ્ફોરસ, મેગ્નેશિયમ, આયરન અને ઝિંક મળે છે. રેશાથી ભરપૂર ફણગાવેલા અનાજ પાચન ક્રિયાને વધુ કાર્યરત બનાવે છે.
  • ફણગાવેલું ભોજન શરીરમાં મેટાબોલિઝમનું સ્તર વધારે છે. આ શરીરમાં બનનારા ઝેરી પદાર્થોને દૂર કરી લોહીને શુદ્ધ કરે છે. ફણગાવેલા ઘઉંના દાણાને ચાવીને ખાવાથી શરીરની કોશિકાઓ શુદ્ધ થાય છે અને નવી કોશિકાઓના નિર્માણમાં પણ મદદ મળે છે.
  • ફણગાવેલા ખાદ્ય પદાર્થમાં ભરપૂર માત્રામાં વિટામિન અને પ્રોટીન હોય છે. આ સિવાય કેલ્શિયમ પણ પ્રચુર માત્રામાં હોય છે જે હાડકાંઓને મજબૂત બનાવે છે.
  • ફણગાવેલા મગ, ચણા, મસૂર, મગફળીના દાણા વગેરે શરીરની નબળાઈ દૂર કરી શક્તિ વધારે છે. ફણગાવેલી દાળ થાક, પ્રદૂષણ અને બહારના ખાવાનાથી પેદા થનારા એસિડ્સની આડઅસરને ખતમ કરે છે સાથે તે ઊર્જાના સ્તરમાં પણ વધારો કરે છે.

No comments:

Post a Comment